શ્રીતારંગા તીર્થ
શ્રીતારંગા તીર્થ ગુર્જરેશ્વર કુમારપાળ મહારાજાએ બનાવેલ શ્રીઅજિતનાથ ભગવાનનું ભવ્ય જિનમંદિર છે. આસપાસમાં ત્રણ ટૂક આવેલી છે.સિદ્ધશીલા, કોટિશીલા, મોક્ષબારી.કોટિશીલાથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે. ( કાળની અનાદિ અપેક્ષાએ અનંત આત્માઓ ) કુમારપાળ જ્યારે ૧૧ વખત અજમેરના રાજા અર્ણોરાજ પર ચઢાઈ કરવા છતાં વિજય નથી મળતો ત્યારે મંત્રી વાગ્ભટ્ટે શ્રીઅજિતનાથ પ્રભુની પૂજા કરવાનું કહ્યું. પૂજાવિધિ કર્યા [...]