श्री धोलेरा तीर्थ मूलनायक श्री आदिनाथ भगवान
श्री धोलेरा तीर्थ
मूलनायक श्री आदिनाथ भगवान
धोलेरा अहमदाबाद से 100 किमी दूर स्थित है। यहां मूलनायक श्री आदिनाथ भगवान का 210 वर्ष से अधिक पुराना जिनालय है। पलिताना के नौ टूंक में से एक – मोतीशा टूंक का श्री मोतीशा सेठ ने सुंदर और भव्य जिनालय का निर्माण कराया था। सेठ से प्रेरित होकर, उनके मुनीम श्री वीरचंदभाई शाह को अपने गृहनगर धोलेरा में एक ऐसा ही सुंदर और भव्य देरासर बनाने की इच्छा हुई। इस संबंध में उनके द्वारा रखे गये प्रस्ताव को धोलेरा संघ ने सहर्ष स्वीकार कर लिया। मानचित्र एवं योजनाएँ बन गये। पालीताणा के उक्त जिनालय की मानचित्र योजना बनाने वाले मूर्तिकार भी स्वयं ही थे। बाद में इसकी शुभारंभ हो गया और कुछ ही समय में भव्य जिनालय बनकर तैयार हो गया।
210 वर्ष से भी अधिक पुराने इस त्रिशिखरी भव्य जिनालय में मूलनायक श्री ऋषभदेव की प्रतिमा है। अलौकिक दिव्यता का दर्शन होते ही भक्त भाव विभोर हो जाते हैं। इसके अलावा इस जिनालय में मूलनायक श्री आदिनाथ भगवान, श्री अजितनाथ भगवान और श्री महावीर स्वामी भी विराजमान हैं। जिनालय का वार्षिकोत्सव पौष सूद 7 को है।
जिनालय के निकट गुरुवर्य श्री बुद्धिसागरजी महाराज एवं घंटाकर्ण देव का स्थान भी दर्शनीय है। जिनालय के चौक में विराजमान श्री चकेश्वरी माताजी के चमत्कारों का अनुभव आज की पीढ़ी भी अनुभव कर चुकी है। ऐसा कहा जाता है की उपाश्रय में स्थिरता करने वाले पूज्य साधु साध्वी भगवंत जिनालय से निकलने वाले वाद्ययंत्रों की अलौकिक मधुर सुरावली को सुनी है।
प्रतिदिन शाम को आरती के समय मोर और मोरनी का एक जोड़ा जिनालय के शिखर पर आकर बैठ जाता है। पूरी रात शिखर पर बिताने के बाद सुबह की प्रक्षाल विधि पूरी होते ही दोनों उड़ जाते है। यह क्रम वर्षों से चला आ रहा है। चाहे सर्दी हो, गर्मी हो, मूसलाधार बारिश हो या तूफ़ानी तूफ़ान हो, ये मयूर महाराज सदैव अपने नियत समय पर शिखर की शोभा बढ़ाने आते हैं। अनंत की यात्रा पर निकलने से पहले मोर अपनी नई पीढ़ी से यही क्रम बनाए रखने को कहता है। आज, मोरों की कई पीढ़ियाँ आईं और चली गईं लेकिन उनका शिखर पे बिराजने का क्रम कायम है। यह क्रम हमाने यहाँ लगभग 80 से 100 वर्षों से देखा है।
संवत 2032 में चार लाख रुपये की लागत से इस प्राचीन जिनालय का जीर्णोद्धार कराया गया। उस समय चारों मूर्तियां मुख्य द्वार के ऊपर बने चौमुखी जिनालय में प्रतिष्ठित थीं। अन्य देवताओं को मुख्य जिनालय के रंगमंडप में संगमरमर के गोख बनाकर पुनः विराजमान किया गया। संवत 2050 तक चले इन कार्यों में दो लाख रुपये की लागत से साध्वियों के उपाश्रय का जीर्णोद्धार भी किया गया। संवत 2058 में गुजरात में आये भूकंप से देरासर में भारी क्षति हुई। देरासर के शिखर का ऊपरी हिस्सा और साइड पेडल बुरी तरह क्षतिग्रस्त हो गया। इस समय वर्तमान कार्यकारी अध्यक्ष श्री वसंतभाई गांधी ने कई घरो में घूम कर और महाराज साहब से मुलाकात कर के पैसों के लिए गुहार की तथा बहुत बड़े पैमाने पर जीर्णोद्धार कराया।
चूंकि धोलेरा भावनगर तारापुर के तटीय राजमार्ग (कोस्टल हाईवे) पर स्थित है, यह तीर्थयात्रियों और साधु साध्वीजी भगवंतों के लिए मुंबई, सूरत, वडोदरा के माध्यम से पालीताना तक पहुंचने का सबसे आसान और छोटा मार्ग था। यह वडोदरा से पालीताना तक 40 किमी के विहार को कम करता है। तो लगभग साधु साध्वीजी भगवंत के विहार में चार दिन बच जाते है।
कार्तिक सुद पूर्णिमा से आषाढ़ सुद 14 तक लगभग 1500 से 2000 साधु साध्वीजी भगवंत यहाँ दर्शन करते हुए विहार करते है। धोलेरा तीर्थ में धर्मशाला और भोजनशाला की सुन्दर व्यवस्था है। साधु-साध्वीजी के लिए सुन्दर उपाश्रय हैं। भाता खाता कायम के लिए खुला रखा गया है।
अहमदाबाद से पालीताना जाते समय धोलका के पास यह तीर्थ आया है। यह तीर्थस्थल अहमदाबाद से 100 किमी दूर है। धोलका श्री कलिकुंड पार्श्वनाथ भगवान तीर्थ से 67 किमी दूर है। वटामाण से 43 किमी दूर है। धंधूका से 28 किमी दूर है।
पता
श्री धोलेरा जैन तीर्थ
सेठ श्री आनंदजी कल्याणजी की पीढ़ी
जैन श्वेताम्बर मूर्तिपूजक संघ
धोलेरा
जिला अहमदाबाद
गुजरात
ट्रस्टी श्री वसंतभाई गांधी
9869820516
શ્રી ધોલેરા તીર્થ
મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન
અમદાવાદથી 100 કિલોમીટર દૂર ધોલેરા આવેલું છે. ત્યાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું 210 થી વધારે વર્ષ પ્રાચીન જિનાલય છે. પાલિતાણા ખાતે નવ ટૂંકમાંની એક મોતીશા ટૂંકમાં મોતીશા શેઠે સુંદર અને ભવ્ય જિનાલય બંધાવ્યું છે. શેઠ પાસેથી પ્રેરણા પામતા તેમના મુનિમ શ્રી વીરચંદભાઈ શાહનાં મનમાં પોતાનાં વતન ધોલેરામાં પણ આવું જ સુંદર અને ભવ્ય દેરાસર બંધાવવાનો ભાવ જાગ્યો. આ અંગે તેમણે મૂકેલો પ્રસ્તાવ ધોલેરાના સંઘે સહર્ષ સ્વીકારી લીધો. નક્શા પ્લાન બની ગયાં. આ નક્શા પ્લાન પણ પાલિતાણાનાં ઉપરોક્ત જિનાલયાના નક્શા પ્લાન બનાવનારા શિલ્પી પોતે જ હતા. પછીથી તો શુભારંભ થઈ ગયો અને જોતજોતામાં ભવ્ય જિનાલય નિર્માણ પામ્યું.
210 થી વધારે વર્ષ પ્રાચીન આ ત્રિશિખરી ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા છે. અલૌકિક દિવ્યતાનાં દર્શન કરતાની સાથે જ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની જાય છે. આ ઉપરાંત મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન, શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી મહાવીર સ્વામી પણ આ જિનાલયમાં બિરાજમાન છે. જિનાલયની વર્ષગાંઠ પોષ સુદ 7ના દિવસે છે.
જિનાલયની સમીપે આવેલા ગુરુવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ અને ઘંટાકર્ણ દેવનું સ્થાનક પણ દર્શનીય છે. જિનાલયના ચોકમાં બિરાજમાન શ્રી ચકેશ્વરી માતાજીના ચમત્કારો આજની પેઢીએ પણ અનુભવ્યા છે. ઉપાશ્રયમાં સ્થિરતા કરતાં પૂ. સાધુ સાધ્વીજીઓએ તો જિનાલયમાંથી રેલાઈ રહેલાં વાજિંત્રોની અલૌકિક મધુર સુરાવલીઓનું શ્રવણ કર્યાની વાતો પણ કહેવાય છે.
દરરોજ સાંજે આરતીના સમયે એક મોર અને ઢેલનું જોડું જિનાલયના શિખરે આવીને બેસે છે. આખી રાત શિખર પર વીતાવ્યા પછી સવારના પ્રક્ષાલવિધિ સંપન્ન થયા બાદ ઊંડીને જતો રહે છે. વર્ષોથી આ ક્રમ ચાલુ જ છે. શિયાળો, ઉનાળો, ધોધમાર વરસાદ કે તોફાની વાવાઝોડું ફૂંકાતુ હોય પણ આ મયુર મહારાજ તો શિખરની શોભા વધારવા પોતાના નિયત સમયે અચૂક આવી જાય છે. અનંતના પ્રવાસે નીકળતા પહેલા મોર પોતાની નવી પેઢીને આ ક્રમ જાળવાનું કહેતો જાય છે. આજે મોરની અનેક પેઢીઓ આવી ને ગઈ પરંતુ શિખરે બિરાજવાનું ચાલું રહ્યું છે. અંદાજે 80 થી 100 વર્ષ થી આ નિયમ અમારા ધ્યાનમાં છે.
સંવત 2032 માં રૂપિયા ચાર લાખના ખર્ચે આ પ્રાચીન જિનાલયનો જિર્ણોદ્વાર કરવામાં આવ્યો. એ વખતે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિર્માણ થયેલા ચૌમુખી જિનાલયમાં ચાર પ્રતિમાજીઓને પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. અન્ય પ્રતિમાજીઓને મુખ્ય જિનાલયના રંગમંડપમાં આરસના ગોખ બાનાવીને તેમાં પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. સંવત 2050 સુધી ચાલેલાં આ કાર્યોમાં વધુ બે લાખ રૂપિયાના ખર્ચે સાધ્વીજીઓના ઉપાશ્રયો પણ જિર્ણોદ્ધાર પામ્યા. ઈ.સ. 2058 માં ગુજરાત માં આવેલ ધરતીકંપે દેરાસરમાં ખુબ જ મોટું નુકસાન થયેલું. શિખરનો ઉપરનો ભાગ તથા બાજુની પેડલી ખરાબ રીતે નુકસાન પહોંચેલું. આ સમયે અત્યારના કાર્યકર પ્રમુખ શ્રી વસંતભાઈ ગાંધી ઘરે ઘરે ફરીને અનેક મહારાજ સાહેબ ની મુલાકાત લઈને પૈસા માટે ટહેલ નાખી અને ખુબ જ મોટા પાયે જીર્ણોદ્વાર કર્યો.
ભાવનગર તારાપુર ના કોસ્ટલ હાઇવે પર ધોલેરા આવેલ હોવાથી મુંબઈ, સુરત, વડોદરા થઈને પાલીતાણા પહોંચવા માટે યાત્રિકો તથા સાધુ સાધ્વીજી ભગવંતો માટે સૌથી સરળ અને ટૂંકો રૂટ આ હતો જેમાં વડોદરાથી પાલીતાણા જતા 40 કિલોમીટર વિહાર ઓછો થાય છે. જેથી અંદાજે સાધુ સાધ્વીજી ભગવંત ને વિહાર માં ચાર દિવસ નો ફરક પડે છે.
કારતક સુદ પૂનમથી અષાઢ સુદ 14 સુધીમાં લગભગ 1500 થી 2000 જેટલાં સાધુ સાધ્વીજી ભગવંતો અહીં થઈને વિહાર કરે છે. ધોલેરા તીર્થમાં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. સાધુ – સાધ્વીજી નો સુંદર ઉપાશ્રય છે. કાયમી ધોરણે ભાતખાતું ચાલુ કરવામાં આવ્યું છે.
અમદાવાદથી પાલિતાણા જતાં ધોળકા પાસે આ તીર્થ આવ્યું છે. અમદાવાદથી આ તીર્થ 100 કિલોમીટર છે. ધોળકા શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થથી 67 કિલોમીટર છે. વટામણથી 43 કિલોમીટર છે. ધંધુકાથી 28 કિલોમીટર છે.
સરનામું
શ્રી ધોલેરા જૈન તીર્થ
શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ
ધોલેરા
જિલ્લો અમદાવાદ
ગુજરાત
ટ્રસ્ટી શ્રી વસંતભાઈ ગાંધી
9869820516
