श्री शामला पार्श्वनाथ भगवान का जिनालय

श्री शामला पार्श्वनाथ भगवान का जिनालय
लांबेश्वरनी पोल, अहमदाबाद

पश्चिमाभिमुख, शिखरबद्ध, संगमरमर से निर्मित श्री शामला पार्श्वनाथ भगवान का जिनालय लांबेश्वरनी पोल, रिलीफ़ रोड पर स्थित है। पूर्व में यह जिनालय धोलपुरी लकड़ी से बना हुआ था और दक्षिण में मुख्य द्वार था। जिनालय की पश्चिम दिशा में उत्तराभिमुख मूलनायक श्री शामला पार्श्वनाथ भगवान का जिनालय था। पूर्व दिशा में पश्चिमाभिमुख चिंतामणि पार्श्वनाथ और सहस्त्रफणा पार्श्वनाथ प्रभु का विशाल गर्भगृह था। शामला पार्श्वनाथ जिनालय में पद्मप्रभ स्वामी का लकड़ी का अत्यंत भव्य नक्काशीदार गर्भगृह था तथा सभी छतों में अबरख जड़ा हुआ था। आग लगने पर इस जिनालय की छतों से पानी टपकता था। नेमिनाथ प्रभु की जान आदि लकड़ी की अत्यंत भव्य, नक्काशीदार पट्ट भी देखने मिलते थे। धोलपुरी पत्थर की नक्काशीदार श्रृंगार चौकी दक्षिण दिशा में थी। ई. स. 2015 से 2018 के बीच इस जिनालय का संपूर्ण पुनरुद्धार करके पुनःप्रतिष्ठा की गई है।

जिणोद्धार के बाद संगमरमर का अत्यंत भव्य, नक्काशीदार जिनालय सुशोभित दिखाई देता है। गर्भगृह और रंगमंडप को तीन द्वार हैं। चमत्कारिक श्री शामला पार्श्वनाथ प्रभु की श्यामवर्णीय, 17 इंच की, सपरिकर प्रतिमाजी मूलनायक रूप में विराजमान हैं। मूलनायक प्रभु के दाहिनी ओर के द्वार के सामने मूलनायक श्री सहस्त्रफणा पार्श्वनाथ भगवान की तथा बाईं ओर के द्वार के सामने मूलनायक श्री चिंतामणि पार्श्वनाथ भगवान की सपरिकर प्रतिमाएं विराजमान हैं। गर्भगृह में दोनों ओर के विशाल कोख में अनंतनाथ प्रभु और वासुपूज्य स्वामी की सपरिकर भव्य प्रतिमाएं सहित 11 प्रतिमाओं की श्रेणी शोभा बढ़ाती है। तीनों मूलनायकों के नीचे तीन अत्यंत प्राचीन प्रासाद देवी की प्रतिमाएं भी स्थापित हैं। विशाल रंगमंडप के अत्यंत भव्य 9 कोखलों में प्रभु की प्रतिमाओं का दरबार देखने को मिलता है। उत्तर दिशा में पाँच कोख और दक्षिण दिशा में चार कोख हैं। रंगमंडप की दक्षिण दिशा में भी एक द्वार है। उस द्वार के सामने की कोख में मूलनायक पद्मप्रभ स्वामी की सपरिकर प्रतिमाएं परिवार सहित शोभित हैं। महावीर स्वामी भगवान की प्रतिमा के आसपास प्राचीन गुरु मूर्तियाँ तथा सामने प्राचीन 6 चरणपादुका देखने को मिलती हैं।

वि.सं. 1662 की चैत्य परिपाटी में इस जिनालय का उल्लेख मिलता है। तपागच्छ के प्रसिद्घ कवि पूज्य श्री पद्मविजयजी महाराज साहेब की निश्रा में श्रीमाली जाति के लक्ष्मीचंद धरमचंद सेठ ने लांबेश्वरनी पोल के जिनालय में वि.सं. 1854 में सहस्त्रफणा पार्श्वनाथ भगवान की प्रतिष्ठा की थी। उन्होंने लगभग 550 मूर्तियों की प्रतिष्ठा की थी। पोल के लोगों से यह भी सुनने को मिलता है कि श्री शामला पार्श्वनाथ प्रभु घोड़े पर बैठकर रात में पोल के नाके तक जाते हुए दृश्यमान होते थे तथा जिनालय में दिव्य ध्वनि, घंटानाद, वाद्यनाद, शंखनाद और भक्ति नृत्य सुनाई देते थे।

जिनालय की वर्षगांठ वैशाख सुद 15 के दिन होती है। जिनालय में आरस की प्रतिमाएं 43, धातु की प्रतिमाएं 56, सिद्धचक्रजी 33 हैं।

पता

श्री शामला पार्श्वनाथ भगवान का जिनालय
लांबेश्वरनी पोल
रिलीफ़ रोड,
अहमदाबाद

प्रमुख: श्री पद्मभाई – 9825066192
श्री हेतलबाई – 9825012512

શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય
લાંબેશ્વરની પોળ અમદાવાદ

પશ્ચિમાભિમુખ, શિખરબંધી, સંગેમરમરમાંથી નિર્મિત શામળા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય દેરાસરની ખડકી મધ્યે, લાંબેશ્વરની પોળ, રિલીફ રોડ પર આવેલું છે. પૂર્વે આ જિનાલય ધોલપુરી કાષ્ઠનું બનેલું હતું અને દક્ષિણમાં મુખ્યદ્વાર હતો. જિનાલયની પશ્ચિમદિશામાં ઉત્તરાભિમુખ મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય હતું. પૂર્વદિશામાં પશ્ચિમાભિમુખ ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનો વિશાળ ગર્ભગૃહ હતો. શામળા પાર્શ્વનાથ જિનાલયમાં પદ્મપ્રભ સ્વામીનો કાષ્ઠનો અતિભવ્ય નકશીમય ગર્ભગૃહ હતો તથા તમામ છતમાં અબરખ જડેલ હતું. આગ લાગે તો આ જિનાલયની છતોમાંથી પાણી ઝરતું હતું. નેમિનાથ પ્રભુની જાન આદિ કાષ્ઠના અતિભવ્ય, નકશીમય પટ્ટ પણ જોવા મળતા હતાં. ધોલપુરી પથ્થરની કોતરણીમય શૃંગારચોકી દક્ષિણદિશામાં હતી. ઈ.સ.૨૦૧૫ થી ૨૦૧૮માં આ જિનાલયનો આમૂલચૂલ પુનરુદ્ધાર કરીને પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

જિણોદ્ધાર બાદ સંગેમરમરનું અતિભવ્ય જિનાલય નક્શીથી સજ્જ જોવા મળે છે. ગર્ભગૃહ તથા રંગમંડપને ત્રણ દ્વાર છે. ચમત્કારિક શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ગીય, ૧૭ ઈંચની, સપરિકર પ્રતિમાજી મૂળનાયક બિરાજમાન છે. મૂળનાયક પ્રભુની જમણીબાજુના દ્વાર સન્મુખ મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન તથા ડાબીબાજુના દ્વાર સન્મુખ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની સપરિકર પ્રતિમાજી બિરાજમાન છે. ગર્ભગૃહમાં બંને બાજુના વિશાળ ગોખમાં અનંતનાથ પ્રભુ તથા વાસુપૂજય સ્વામીની સપરિકર ભવ્ય પ્રતિમાજી સહ આરસના ૧૧ પ્રતિમાજીની શ્રેણી શોભે છે. ત્રણેય મૂળનાયકની નીચે ત્રણ અતિપ્રાચીન પ્રાસાદ દેવીની પ્રતિમાજી બિરાજે છે. વિશાળ રંગમંડપના અતિભવ્ય ૯ ગોખલાઓમાં પ્રભુ પ્રતિમાજીનો દરબાર નિહાળવા મળે છે. ઉત્તરદિશામાં પાંચ ગોખ તથા દક્ષિણદિશામાં ચાર ગોખ છે. રંગમંડપની દક્ષિણ દિશામાં પણ એક દ્વાર પડે છે. તે દ્વારની સન્મુખ ગોખમાં મૂળનાયક પદ્મપ્રભ સ્વામીની સપરિકર પ્રતિમાજી પરિવાર સહિત શોભે છે. મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાની આજુબાજુ પ્રાચીન ગુરુમૂર્તિઓ તથા સામે પ્રાચીન પગલાંની ૬ જોવા મળે છે.

વિ.સં.૧૬૬૨ની ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. તપાગચ્છના વડા સુપ્રસિદ્ધ કવિ પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રીમાળી જ્ઞાતિના લક્ષ્મીચંદ ધરમચંદ શેઠે લાંબોશ્વરની પોળના જિનાલયમાં વિ.સં. ૧૮૫૪માં સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. તેઓએ ૫૫૦ જેટલી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. પોળના લોકો પાસેથી એવું જાણવા મળે છે કે શામળા પાર્શ્વનાથ પ્રભુ ઘોડા પર બેસીને રાત્રે પોળના નાકા સુધી જતાં દ્રશ્યમાન થતાં હતાં. તથા જિનાલયમાં દિવ્ય ધ્વનિ, ઘંટનાદ, વાજિંત્રનાદ, શંખનાદ અને ભક્તિ નૃત્યો સાંભાળવા મળતાં હતાં.

જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ ૧૫ ના દિવસે છે. જિનાલયમાં આરસની પ્રતિમાઓ ૪૩, ધાતુની પ્રતિમાઓ ૫૬, સિદ્ધચક્રજી ૩૩ છે.

સરનામું

શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય
લાંબેશ્વરની પોળ
રિલીફ રોડ
અમદાવાદ

પ્રમુખ શ્રી પદ્મભાઈ
9825066192

શ્રી હેતલભાઈ
9825012512