વિમલનાથ ભગવાનનું લાંછન વરાહ એટલે કે ડુક્કર કેમ છે ?
પ્રશ્ન : વિમલનાથ ભગવાનનું લાંછન વરાહ એટલે કે ડુક્કર કેમ છે ?
જવાબ : અહીં પ્રશ્નકારનો આશય એ છે કે, ડુક્કર એટલે ભૂંડ, જે વિષ્ઠા ખાનારું પ્રાણી છે, તે વિમલનાથ ભગવાનના લાંછન સ્વરૃપે કેમ હોઈ શકે ? વાસ્તવમાં વર્ષોથી આ ભૂલ ચાલી આવી છે. આપણે ત્યાં ધાર્મિક પાઠ્યપુસ્તકોમાં વરાહનો ડુક્કર એટલે કે ભૂંડ, એવો જે અર્થ થયો અને તેનાં જ ચિત્રો દરેક પુસ્તકોમાં એકનાં એક છપાયા કરે છે, તે બરાબર નથી.
વરાહના બે પ્રકાર છે.
- ગ્રામ સૂઅર – ગ્રામ સૂઅર એટલે ભૂંડ, જે વિષ્ઠા ખાનારું પ્રાણી છે, તે પ્રભુના લાંછનરૃપે નથી
- જંગલી સૂઅર – પરંતુ જંગલી સૂઅર તે વિમલનાથ પ્રભુના લાંછનરૃપ છે. તે એક પવિત્ર પ્રાણી ગણાયેલું છે.
સનાતન ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં એક અવતાર વરાહ અવતાર છે, જેના ફોટાઓ પણ ગૂગલ પર અનેક જોવા મળશે. આપણે ત્યાં માણિભદ્રજી ઇન્દ્ર તપાગચ્છના અધિષ્ઠાયક છે. તેઓનું મુખ પણ વરાહનું જ હોય છે.
આમ, વરાહ એટલે ભૂંડ નહિ, પણ એક પવિત્ર પ્રાણી છે. ‘જૈન શિલ્પ વિધાન’ ગ્રંથમાં ૨૪ ભગવાનના લાંછનમાં તેનું ચિત્ર પણ આપેલ છે.
✍️ મુનિ સૌમ્યરત્ન વિજયજી મહારાજ
श्री सिद्धाचलजी पालिताणा(जैनग्रुप) का app आ गया है ।
सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे – Powered by Kutumb App https://kutumbapp.page.link/bx2LaFsEFWMphJ4u6?ref=UFT16