શ્રીતારંગા તીર્થ
- ગુર્જરેશ્વર કુમારપાળ મહારાજાએ બનાવેલ શ્રીઅજિતનાથ ભગવાનનું ભવ્ય જિનમંદિર છે.
- આસપાસમાં ત્રણ ટૂક આવેલી છે.સિદ્ધશીલા, કોટિશીલા, મોક્ષબારી.કોટિશીલાથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે. ( કાળની અનાદિ અપેક્ષાએ અનંત આત્માઓ )
- કુમારપાળ જ્યારે ૧૧ વખત અજમેરના રાજા અર્ણોરાજ પર ચઢાઈ કરવા છતાં વિજય નથી મળતો ત્યારે મંત્રી વાગ્ભટ્ટે શ્રીઅજિતનાથ પ્રભુની પૂજા કરવાનું કહ્યું. પૂજાવિધિ કર્યા બાદ યુદ્ધમાં અર્ણોરાજ પર વિજય મેળવ્યો. ત્યાર પછી શ્રીહેમચંદ્રાચાર્ય ભગવંતના ઉપદેશથી આ તીર્થ પર વિ. સં ૧૨૨૧માં જિનમંદિર બનાવી નયનરમ્ય અજિતનાથ પ્રભુનું બિંબ સ્થાપ્યું. વિશાલ અને મનોહર ૧૦૧ ઇંચ કાયની જિનપ્રતિમા છે. અહીંયા વપરાયેલ કેગર લાકડું અગ્નિથી બળતું નથી.એક એવી પણ કિંવદંતી છે કે પહેલા ૩૨ માળ ઊંચું હતું જીર્ણોદ્વાર સમયે ઊંચાઈ ઓછી થઈ.
- અલાઉદ્દીન ખીલજીએ આ તીર્થ પર નુકસાન પહોંચાડેલું હતુ.
- શિલ્પસૌંદર્ય અને ઊંચાઈ તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
- કોતરણી શ્રીઆબુ તીર્થની, શ્રીરાણકપુર તીર્થનું દેવવિમાન તુલ્ય સ્થાપત્ય નિર્માણ કાર્ય, ઊંચાઈ શ્રીતારંગા તીર્થની અને મહિમા શ્રીશત્રુંજય તીર્થનો વિશ્વપ્રસિદ્ધ છે.આ તીર્થમાં મોબાઈલ ટાવર નેટવર્ક ઓછું છે જેથી પ્રભુ સાથે વધુ તાદાત્મય જોડી પ્રણિધાન કરી આપે છે.
- મહેસાણાથી ૭૨ કી. મી., વિસનગરથી ૫૦ કી. મી અને સુરતથી જનારે ટીંબા ગામ ઉતરી જવું ત્યાંથી ૪ કી. મી ના અંતરે છે.
– સમકિત વીરવાડિયા